Plastic Responsible for Heart Disease & Cholesterol: આપણી લાઇફસ્ટાઇલનો સૌથી મહત્વનો ભાગ બની ચૂકેલ પ્લાસ્ટિક (Plastic) હૃદયની બીમારી અને કોલેસ્ટ્રોલનું કારણ બની શકે છે. આ દાવો કર્યો છે અમેરિકાની યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયા-રિવરસાઈડ (University of California, Riverside)ના સ્કૂલ ઓફ મેડિસિન (School of Medicine)ના વૈજ્ઞાનિકોએ. આ સ્ટડી મુજબ, પ્લાસ્ટિકને વધારે ટકાઉ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા રસાયણો (chemicals) ફ્થાલેટ પ્લાઝમા (phthalate plasma) કોલેસ્ટ્રોલ (cholesterol)નું લેવલ વધારી નાખે છે. આ સ્ટડીના નિષ્કર્ષને એન્વાયરમેન્ટલ હેલ્થ પર્સ્પેક્ટિવ (Environmetal Health Perspectives) નામની જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે કોલેસ્ટ્રોલ માનવ કોશિકાઓની બહાર એક ખાસ એલિમેન્ટથી બનેલું સ્તર છે. તેને મેડિકલ સાયન્સની ભાષામાં કોલેસ્ટ્રોલ અથવા લિપિડ કહે છે. કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. પહેલું બેડ કોલેસ્ટ્રોલ જે માનવ શરીર માટે ખતરનાક છે અને બીજું ગુડ કોલેસ્ટ્રોલ જે શરીર માટે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ જેટલું જ મહત્વનું છે.
ઓછી ઘનતાવાળા લિપોપ્રોટીનને ખરાબ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. જ્યારે લિપોપ્રોટીનમાં પ્રોટીનની જગ્યાએ ચરબીનું પ્રમાણ વધવા લાગે છે, ત્યારે અહીં બેડ કોલેસ્ટ્રોલ જમા થવા લાગે છે. આ સ્થિતિમાં,હૃદય રોગનું જોખમ ઘણું વધી જાય છે…..ReadMore