નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સિંગલ યુઝ પ્લાસ્ટિક હેઠળ આવનારી તમામ પ્લાસ્ટિક પ્રોડક્ટનો ઉપયોગ ઓછો કરવા માટે જાગૃતતા લાવવા માગે છે. 2જી ઓક્ટોબરે ગાંધી જયંતિ પર પ્રતિબંધની ઘોષણા થવાની હતી. પરંતુ સરકાર હાલ માત્ર જાગૃત કરવા માંગે છે. જાણકારોનું પણ કહેવુ છે કે દેશમાં પ્લાસ્ટિકના કુલ વપરાશના માત્ર 5% જ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે. કોટન બેગની તુલનામાં પોલીથીન 20 ગણું સસ્તું છે, જેનો ઉપયોગ વધારે છે અને તેને અટકાવવાની જરૂર છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિક શું હોય છે?
પ્લાસ્ટિક દ્વારા બનાવાયેલી એવી વસ્તુઓ, જેનો આપણે માત્ર એક જ વખત ઉપયોગ કરી શકીએ છીએ અથવા ઉપયોગ કરીને ફેંકી દઈએ છીએ અને જેનાથી પર્યાવરણને પણ નુકસાન પહોંચે છે. તે સિંગલ યુઝ પ્લાસ્ટિક કહેવાય છે. આ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ વેફરના પેકેટના પેકિંગ, બોટલ, સ્ટ્રો, થર્મોકોસલ પ્લેટ અને ગ્લાસ બનાવવા માટે કરવામાં આવે છે.
દેશમાં કેટલો વાર્ષિક વપરાશ ?
મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેર્સના રિપોર્ટ પ્રમાણે, દેશમાં 1996માં 61 હજાર ટન પ્લાસ્ટિકનો વાર્ષિક વપરાશ થાય છે. જે 2017માં વધીને 1.78 કરોડ ટને પહોંચી ગયો છે. બિન સરકારી સંગઠન ઈન્ડિયન પોલ્યુશન કંટ્રોલ એસોસિયેશન(આઈપીસીએ)ના ડાયરેક્ટર આશીષ જૈનના જણાવ્યા પ્રમાણે, દેશમાં જેટલો પ્લાસ્ટિકનો વપરાશ થાય છે, તેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો માત્ર 4%થી 5% જ ભાગ છે, પરંતુ તેનો વજન હળવો હોવાના કારણે આપણને તે ચારેય બાજુ જોવા મળે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણી જગ્યાઓ પર થાય છે. જેમ કે, ટીવી, રિમોટ, એસી, રેફ્રિજરેટર, કાર, ફર્નિચર વગેરે. કારણ કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે રોજ કરીએ છીએ, એટલા માટે તેની ચર્ચા વધારે થાય છે અને પર્યાવરણને વધારે નુકસાન થાય છે. ….ReadMore